Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વડોદરાના જુદા જુદા બે વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી: ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો

વડોદરા:શહેરના જુદા જુદા બે વિસ્તારમાં વાહનોમાં આગ લાગવાના બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વાઘોડિયા રોડ વિસ્તારમાં પરિવાર ચારરસ્તાથી હાઇવે તરફ જવાના માર્ગે આજે બપોરે શોટસર્કિટના કારણે એક કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ થયો હતો.ફાયર બ્રિગેડ આગ  બૂઝાવે ત્યાર પહેલાં આખી કાર આગમાં લપેટાઇ ચૂકી હતી.

માંજલપુર અલવા નાકા વિસ્તારમાં એક મોટર સાઇકલમાં આગ લાગવાનો બનાવ  બન્યો હતો.જેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

(4:58 pm IST)
  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST

  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST