Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મુખ્યમંત્રી બાદ મુખ્યમંત્રીના અંગત મદદનીસ શૈલેષ માંડલિયાએ કોરોનાને હરાવ્યો

RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગાંધીનગર તા. ૨૩ : મુખ્યમંત્રીશ્રીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આજે સવારે તેમના અંગત મદદનીસ શૈલેષ માંડલિયાનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવી ચુકયો છે..

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પડછાયાની જેમ રહેતા શૈલેષ માંડલિયા પણ મુખ્યમંત્રીશ્રીની સાથે કોરોના સંક્રમિત થયા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી આજે સવારે તેમનો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ હાલ પોતાના નિવાસસ્થાને આરામ હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીસ શૈલેષભાઇ માંડલિયાનો રાજકોટમાં બહોળો પ્રશંસક વર્ગ છે તેઓમાં રાહતની લાગણી છવાઈ છે.

(11:48 am IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST