Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

નમસ્તે ટ્રમ્પ : બોલીવુડની તમામ હસ્તીઓ પહોંચશે

અમિતાભ બચ્ચનને પણ આમંત્રણ અપાયું છે : સુનિલ ગાવસ્કર, કપિલ, ગાંગુલી સહિતની રમતની મોટી હસ્તી પહોંચશે : ગુજરાતના અનેક કલાકારો ધૂમ મચાવશે

અમદાવાદ, તા. ૨૩ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત થનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહે આજે ગુજરાતની ત્રણ દિવસની યાત્રા રૂ કરી હતી. મોટેરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમને લઇને તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. બોલીવુડ અને રમત-ગમત સાથે જોડાયેલી તમામ હસ્તીઓ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આને ધ્યાનમાં લઇને જોરદાર આયોજન થઇ ચુક્યું છે.

       પ્રાપ્ત માહિતી મુજબ મોદી સરકારે મહાનાયક અમિતાભ બચ્ચન, ખાન ત્રિપુટી જેમાં શાહરુખ, આમિર અને સલમાન ખાનને પણ આમંત્રણ અપાયું છે. ઉપરાંત સંગીતકાર એઆર રહેમાન, ગાયક સોનુ નિગમ, શાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શાહીદ કપુર, વિવેક ઓબેરોય, અનિલ કપુર, સોનમ કપૂર સહિતની તમામ હસ્તીઓને પણ આમંત્રણ અપાયું છે પરંતુ હજુ કોણ ઉપસ્થિત રહેશે તે બાબત સ્પષ્ટ થઇ શકી નથી.

       ગુજરાતના લોક કલાકારો પણ કાર્યક્રમમાં ચારચાંદ લગાવશે જેમાં  કિર્તિદાન ગઢવી, ગીતા રબારી, પુરુષોત્તમ ઉપાધ્યાય, સાંઈરામ દવે પ્રસ્તુતિ આપશે. કૈલાશ ખેર અને પાર્થિવ ગોહિલ પણ કાર્યક્રમમાં ભાગ લેશે. જુદી જુદી સ્કુલના બાળકો પણ પહોંચનાર છે. જુદા જુદા વિસ્તારોમાં મોટા કટઆઉટ પણ મુકી દેવામાં આવ્યા છે. રોડ શોમાં ૨૮ રાજ્યોના કલાકારો પહોંચી રહ્યા છે. તેમને મંચની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. લોકો બંને નેતાઓનું સ્વાગત કરશે. એક મંચ પર ગરબા ચાલશે જે પારમ્પરિક ગુજરાતી નૃત્ય છે.

(9:51 pm IST)