Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

નર્મદામાં સવારે તાપણું કરી ઠંડી ઉડાડતી મહિલા માટે તાપણું યમરાજ સાબિત થયું

દેડીયાપાડાના નવાગામ (પાનુંડા) ગામમાં ખેતરમાં તાપણું કરતી મહિલાને ઝોકું આવી જતા સળગતા તાપણામાં પડતા દાઝી ગઈ જેનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ વહેલી સવારે ઠંડી લાગતા લોકો ગરમ વસ્ત્રો કે તાપણા નો સહરો લેતા હોય ત્યારે ઠંડી થી બચવા તાપણું કરતી મહિલા માટે તાપણું જ યમરાજ બની આવ્યું અને તેને જીવ ગુમાવ્યો હતો.

  પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડાના નવાગામ(પાનુંડા) ગામના ખેતરમાં તાપણું કરતી વનીતાબેન સોમાભાઇ વસાવા (ઉ.વ.૫૦)ને અચાનક ઝોકુ આવી જતા તાપણામાં પડી જતા શરીરે દાઝી જતા તેમને સારવાર દેડીયાપાડા બાદ રાજપીપળા સરકારી દવાખાને સારવાર કરાવી ત્યાથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પીટલ ખાતે દાખલ કરી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

(4:01 pm IST)