Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પ્રાતિજના સલાલમાં યુવકનો પગ લપસતાં કેનાલમાં ખાબકતા પાણીમાં ગરકાવ

સાબરકાંઠા:જિલ્લાનાં પ્રાંતિજના સલાલ પાસે આવેલી કેનાલાં એક યુવાનનો પગ લપસતા કેનાલમાં પડયો હતો અને આ અંગેની જાણ તંત્રમાં કરવામાં આવતાં પ્રાંતિજ પોલિસ સહિત પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે શોધખોળ બાદ કેનાલમાંથી યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાંતિજના સલાલ પાસે આવેલી કેનાલમાં વાઘેલા મહેશજી શકરાજી (ઉં. વર્ષ ૨૨) પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક યુવકનો પણ લપસતા કેનાલમાં પડયો હતો. આ અંગેની જાણ સ્થાનિક તંત્રમાં કરવામાં આવતાં પ્રાંતિજ-પોલિસ તથા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી પણ કેનાલમાં પડેલા યુવકની શોધખોળ બાદ કોઇ ભાળ ન મળતા બીજા દિવસે પણ પ્રાંતિજ હિંમતનગર ટીમે શોખધોળ હાથ ધરી હતી જેમાં નેશનલ હાઇવે આઠ હોટલ પાસે કેનાલમાંથી વાઙેલા મહેશજી શંકરજી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

 

 

(5:35 pm IST)