Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સુરતમાં પુત્રવધુ પર નજર બગાડનાર સસરા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

સુરત:શહેરના વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેણીના સસરા અને પતિ સામે સંગીન આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ તેણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગંદા ફોટા અપલોડ કરી બિભત્સ કોમેન્ટ લખી હતી. એટલું જ નહીં મિત્ર કમલેશ ભગત પાસે પીછો કરાવી શૂટિંગ પણ કર્યું હતું. સસરા સામેના આરોપમાં તેણીએ ઉલ્લેખ કર્યો છે, તે તેમણે છેડતી કરતાં કહ્યું હતું કે, ‘તારો પતિ નામર્દ છે, તેનાથી કંઇ નહીં થાય.’

ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વેસુમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે શ્રોફ પરિવાર રહે છે. આ પરિવારના પુત્ર શિરીષના લગ્ન બિના શાહ (નામ બદલ્યા છે) સાથે થયા હતાં. વર્ષ ૨૦૧૪થી આ દંપતી વચ્ચે ખટરાગ ચાલી આવે છે. બિનાએ પતિ શિરીષ, સસરા શૈલેષભાઇ સામે ગંભીર આરોપો સાથે હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે.

(5:33 pm IST)