Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગઢ આલા પર સિંહ ગેલાઃ ગાંધીનગર તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી લેતું કોંગ્રેસ

રાજ્યભરમાં યોજાયેલ પાલિકાઓ સહિતની સ્‍થાનિક સ્‍વરાજ્યની ચૂંટણીમાં આમ તો ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં તાલુકા પંચાયત ભાજપે ગુમાવી છે. જેના કારણે ગઢ આલા પર સિંહ ગેલા જેવો ઘાટ ઘડાયો છે.

રાજ્યમાં બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ૫રિણામો આવવા માંડ્યા છે. ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 273 ઉમેદવારો હતા. જ્યારે 17 તાલુકા પંચાયતમાં કુલ 1005 ઉમેદવારો મેદાનમાં હતાં. અા ચૂંટણીમાં હવે ધીમેધીમે દબદબો જોવા મળ્યો છે. ભાજપ પાસે અેક જિલ્લાપંચાતમાં પણ વધારો થયો છે. પરંતુ આ છતાં કોંગ્રેસનો હજુ પણ ગાંધીનગરમાં દબદબો જોવા મળ્યો છે. ગાંધીનગર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. જે કોંગ્રેસે અા વર્ષે છીનવી લીધી છે. ખેડા જિલ્લા પંચાયત પણ ભાજપે ગુમાવવાનો વારો અાવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. કુલ 22 બેઠકમાંથી  ભાજપને 11 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કુલ 31 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં કોંગ્રેસને 20 અને ભાજપને 11 બેઠકો મળી છે.

(5:21 pm IST)