Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પેટ્રોલ-ડિઝલમાં સતત થઇ રહેલા ભાવવધારાથી લોકોના બજેટ ઉપર ભારે અસરઃ અમદાવાદમાં એક વર્ષમાં પેટ્રોલમાં રૂ.11નો ભાવવધારો

અમદાવાદ: પેટ્રોલ ડિઝલમાં સતત થઈ રહેલા ભાવવધારાની લોકોના બજેટ પર અસર થઈ રહી છે. હજુ પણ નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાના કોઈ અણસાર નથી. અમદાવાદમાં ગઈકાલે પેટ્રોલનો ભાવ 82.79 રૂપિયા અને ડિઝલનો ભાવ 81.45 રૂપિયા હતો. જો કે દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા, મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા, કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે.

6 જાન્યુઆરી 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વેક્સીનને લઇને આખી દુનિયામાં  હલચલ છે. વેક્સીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા ઓછી છે. આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા વધી ગયા છે. જ્યારે ડીઝલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. ત્યારે અમદાવાદમાં પણ પેટ્રોલ 25 પૈસા મોંઘું થતાં પેટ્રોલનો ભાવ 83.04 રૂપિયા જોવા મળ્યો હતો જ્યારે ડીઝલમાં 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં ડિઝલનો ભાવ 81.72 રૂપિયા થઇ ગયો છે.

  • ગત વર્ષ કરતાં પેટ્રોલ 11 રૂપિયા, ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું

આ મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, હવે આ 85.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીમાં અત્યાર સુધી 2.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચુક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે આજે 75.88 લીટર છે. 

આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. આ પ્રકારે આજથી વર્ષ પહેલાં 23 જાન્યુઆરી 2020ના રોજ ડીઝલના ભાવ 67.86 રૂપિયા હતા. આજે આ 8.02 રૂપિયા મોંઘું વેચાઇ રહ્યું છે.

  • દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ

રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.

  • આ રીતે જાણી શકો છો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ IOC તમને સુવિધા આપે છે કે, તમે તમારા મોબાઇલમાં RSP અને તમારો સિટી કોડ લખી 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઇલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે, જે આઈઓસી તમને તેની વેબસાઇટ પર આપે છે.

(4:33 pm IST)
  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST