Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમદાવાદના કુબેરનગર- છારાનગરમાં દારૂની ડ્ર્રાઈવ 300 પોલીસકર્મીઓ દ્વારા દારૂની હાટડીઓ પર દરોડા

પોલીસની 10 ટુકડીઓ દ્વારા હજારો લીટર દારૂ અને વોશનો કર્યો નાશ :30 કેસ કરીને અનેક આરોપીની ધરપકડ

 

અમદાવાદમાં કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂના મોટાપાયે દરોડા પાડ્યા હતા જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે પોલીસની દસ ટુકડીઓએ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.

 અમદાવાદની કુબેરનગર ચોકીને અડીને આવેલા છારાનગરની ચાલીઓમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસની 10 ટુકડીઓના 300 જેટલા પોલીસકર્મીઓએ રેડ દરમિયાન હજારો લીટરથી વધુ દારૂ અને વોશનો નાશ કર્યો હતો. 30 જેટલા કેસ કરી અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.

(12:57 am IST)