Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ગુજરાત લોકસભાની 26 બેઠક માટે કોંગ્રેસના 140 મુરતિયા મેદાનમાં : મહેસાણા સીટ પર સૌથી વધુ 14 નામ !! :68 નામ શોર્ટલિસ્ટ કરાયા

ઉત્તર ગુજરાતની 4 સીટ માટે 36 દાવેદાર :મધ્ય ગુજરાતની 5 સીટ મટે 18 અને સૌરાષ્ટ્રની 8 બેઠક માટે 30 દાવેદારોએ ટિકિટ માંગી

 

અમદાવાદ :આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે અને પ્રદેશકક્ષાએ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે દરમિયાન મહત્વની બેઠકમાં કેટલાક ધારાસભ્યોની ગેરહાજરીનો મુદ્દો પણ ચગી રહયો છે જોકે કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓની ભરમાર છે.

  જાણવા મળ્યા મુજબ ગુજરાતની 26 સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માટે 140 જેટલા મુરતિયા મેદાનમાં આવ્યા છે જેમાંથી 68 નામો શોર્ટલિસ્ટ કરાયા છે. લોકસભાની 16 સીટો પર સરેરાશ 3 જેટલા નામો સામે આવ્યા છે. જયારે 0 બેઠકો પર સરેરાશ એક કે બે નામ આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં 4 લોકસભાની બેઠક માટે સૌથી વધુ 36 ઉમેદવારોએ દાવેદારી કરી છે. એમાંય મહેસાણા લોકસભા સીટ પર સૌથી વધુ 14 નામ આવ્યા છે. મધ્ય ગુજરાતની 5 લોકસભાની સીટ માટે 18 મુરતિયાએ દાવેદારી કરી છે. જયારે સૌરાષ્ટ્રની 8 બેઠક માટે 30 દાવેદારો ટિકિટ માગી છે. દક્ષિણ ગુજરાતની 6 લોકસભા સીટ માટે 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વની સીટ માટે 5 મુરતિયાએ તો અમદાવાદ પશ્ચિમ માટે 3 ઉમેદવારોએ દાવેદારી કરી ટિકિટ માંગી છે. ગાંધીનગરની સીટ માટે 3 ઉમેદવારો મેદાને છે.

(12:40 am IST)