Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાજપના શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસના અલ્પેશ ઠાકોર વચ્ચે મુલાકાતથી રાજકીય ગરમાવો : અનેકવિધ અટકળ

અલ્પેશ ભાજપના જોડાઈ તેવી ચર્ચા વચ્ચે ભાજપના હરિભાઈ અને કેસાજીના પત્તા કાપવાની અટકળો શરૂ

 

અમદાવાદ ;ભાજપના શંકરભાઇ ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વચ્ચે મુલાકાત થતા રાજકીય ગરમાવો આવ્યો છે દિયોદરના રામવાસ પાસે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ રાજયમંત્રી શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી.

   રામવાસ ગામે અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાના સ્વાગત દરમિયાન અલ્પેશ ઠાકોરને શંકર ચૌધરી ઉષ્માભેર મળ્યા હતા. ત્યારે ઉષ્માભેર મુલાકાતથી અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળોને વધુ સમર્થન મળ્યું છે.

  બીજીતરફ વાવ વિધાનસભા હાર્યા બાદ શંકર ચૌધરીએ બાજી પલટીને ભાજપમાંથી હરિભાઈ અને કેસાજીના પતા કાપવાની અટકળો પણ વહેતી થઇ છે. ત્યારે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની મુલાકાતનો વીડિયો હાલમાં વાયરલ થયો છે.

(12:40 am IST)