Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પ્રિયંકા મહાસચિવ બની જતા લાખો કાર્યકર્તાઓમાં ઉત્સાહ

પરેશ ધાનાણીએ પણ નિર્ણયને આવકાર આપ્યોઃ વક્ત હે બદલાવ કાનો નારો રાહુલ ગાંધીએ આપ્યો છે

અમદાવાદ,તા.૨૩: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂંકને આવકારતાં ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના માધ્યમથી વ્યાપક સામાજીક સેવા કરતાં પ્રતિભાશાળી સ્પષ્ટ વક્તા, સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ નિમણૂંકથી કોંગ્રેસ પક્ષના લાખો કાર્યકર્તાના જોમ-જુસ્સામાં ઉમેરો થશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનમાં નારો આપ્યો હતો વક્ત હૈ બદલાવ કા યુવાનો માટે વિશાળ તકો કોંગ્રેસ પક્ષમાં રહેલી છે. જેના ભાગરૂપે વધુમાં વધુ યુવાનોને કોંગ્રેસ પક્ષમાં અનેક પદ ઉપર તક આપવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પ્રિયંકા  ગાંધી, જ્યોતિરાદીત્ય સિંધીયાએ યુવા નેતૃત્વ તરફ કોંગ્રેસ પક્ષ નીતિગત નિર્ણયનો ભાગ છે. ગુજરાતમાં પણ યુવાન પ્રમુખ અને વિધાનસભામાં નેતૃત્વ યુવાનોને સોંપાયું છે. પ્રિયંકા ગાંધીએ વર્ષો સુધી સામાજીક સેવાનું ભાથું ધરાવે છે.

ભાજપના જુઠ્ઠાણાના વરસાદ અને ભય-ડરની રાજનીતિ સમયે કોંગ્રેસ પક્ષની આક્રમક-અસરકારક લડત પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારીથી વધુ મજબુત બનશે. દેશ અને ગુજરાતના તમામ કાર્યક્રમો-આગેવાનો અને નાગરિકો અંતરમનથી નિમણૂંકને આવકાર સાથે સ્વાગત કરે છે.

(10:23 pm IST)