Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

વડોદરા રિલાયન્સ કંપનીના કામદારોને પગાર વધારો નહિ મળતા કંપનીના ગેટ સામે દેખાવો : ભારે સુત્રોચાર

વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા બે હજારથી વધુ કર્મચારીઓના પગારના પ્રશ્ને કામદાર સંગઠનો છેલ્લા કેટલાક દિવસથી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે.રિલાયન્સમાં IPCL એમ્પ્લોઈ યુનિયન ભારતીય મજદૂર સંઘ ઉપરાંત આઇટુક પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયન ઇન્ટુકના ત્રણ કામદાર સંગઠનો કાર્યરત છે.

  રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને જૂન 2015થી પગાર વધારાની માગણી કરી છે તેનો સ્વીકાર કરવામાં નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી કામદારો કંપનીના ગેટ પાસે દેખાવો-સુત્રોચ્ચાર કરી કંપનીના સત્તાવાળાઓ સમક્ષ પગાર વધારાની માગણી સ્વીકારવા આંદોલન ચલાવી રહ્યા છે.

   રિલાયન્સમાં કાર્યરત ત્રણ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે 44 મહિનાનો સમય થઈ ગયો છે છતાં પણ રિલાયન્સ વડોદરાના યુનિટમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવતો નથી.

  મેનેજમેન્ટ સાથે કામદાર સંગઠનો સતત ચાર વર્ષથી સમાધાન માટે 130 વખત બેઠક કરી છે. યુનિયનો દ્વારા સકારાત્મક વલણ અપનાવવામાં આવે છે પરંતુ રિલાયન્સ કંપનીના સત્તાવાળાઓ દ્વારા તમામ કર્મચારીઓ અંગે જુદી જુદી રીતે પગારની ગણતરી કરીને જે પત્રક તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પગાર વધારા સામે કર્મચારીઓ અને કામદારોને પરત કરવાનો વખત આવે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે.

  કામદાર સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કર્મચારીઓને પગાર વધારો આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(8:30 pm IST)