Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભિલોડાના ભાણમેર ગામે બુટલેગરે ઘરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો

તિજોરી,કબાટ અને રસોડામાં બનાવેલ નોયરમાંથી દારૂ અને બિયરની 1308 નંગ સહીત 3,93 લાખનો મુદામાલ જપ્ત

ભિલોડા: ભાણમેર ગામે બૂટલેગરે ઘરમાં રાખેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. ઘરમાં શોરૂમ હોય તેવી રીતે તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલા ભોંયરામાં સંતાડી હતો. પોલીસે 3,93,550નો વિદેશી દારૂ અને રોકડા 77 હજાર કબજે કર્યા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ ભાણમેરનો દિલીપ ઉર્ફે દાદુ સકરાભાઈ ડામોરેએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે ભિલોડા પોલીસે રેડ કરીને બંધ મકાનનું તાળું તોડીને તિજોરી, કબાટ અને રસોડાના ભોંયરામાંથી વિદેશી દારૂ અને બીયરના 1308 નંગ કબ્જે કર્યા હતા. બૂટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:29 pm IST)