Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

૩૧મી સુધી સિક્યુરીટી નંબર પ્લેટ જરૂરી રહેશે

કડક દંડની કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદ,તા.૨૦ : કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે. રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે વાહન ચાલકોના આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને કારણે તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની તા.૩૧/૦૧/૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. આ તારીખ સુધીમાં વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત હોઈ, મુદત બાદ તા.૧લી ફેબ્રુઆરી-૨૦૧૯થી એચએસઆરપી વગરના વાહનો સામે તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.

 

(8:27 pm IST)