Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પબજી રમત ઉપર પ્રતિબંધ લગાવવા માટે રજૂઆત થઇ

બાળકો ઉપર વિપરિત અસર થઇ રહી છે : યુવાનોમાં સજાગતા તથા જાગૃત્તિ કેળવવા માટે સૂચનાઓ

અમદાવાદ,તા.૨૩ : હાલના ઈન્ટીરનેટના યુગમાં મોબાઈલ પર ખાસ કરીને બાળ અને યુવામાનસ પર વિપરીત અસરો કરતી રમતો દર્શાવાતી હોવાથી અને શાળામાં ભણતા બાળકોમાં આવી રમત જોવાની બાળકો અને યુવાનોમાં ઘેલછા હોવાના કારણે તેની બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર ન થાય તે માટે રાજય સરકાર  આ પ્રકારની નકારાત્મક અસર જન્માાવતી પબજી રમત પર રોક લગાવવા અંગે કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે, તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું  છે. દરમિયાન  પ્રાથમિક શાળાના બાળકોમાં પબજી રમત અંગે સજાગતા તથા બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે  જે તે શાળા દ્વારા જરૂરી કાર્યવાહી થાય તે માટે જિલ્લાક પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીઓને તેમના હસ્તકની પ્રાથમિક શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવાયું છે. શાળામાં ભણતું આજનું બાળક કે આજનો યુવાન એ આવતીકાલનો નાગરિક છે ત્યારે આવા બાળક કે યુવાનના માનસ પર મોબાઈલ દ્વારા ઓનલાઈન દર્શાવાતી હિંસાવૃત્તિસ વકરાવે તેવી રમતો પર રોક લાગે તે બાળકો અને યુવાનોના વિશાળ હિતમાં જરૂરી છે, તેમ જણાવી શિક્ષણમંત્રીએ ઉમેર્યુ હતું કે 'પબજી રમત'  જેવી રમત કે જે બાળ અને યુવામાનસમાં હિંસાવૃત્તિક જન્માવવે તેવી છે. તેવી રમતો પર રોક લગાવાય તેવી શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો પણ આવેલી છે. આ પ્રકારની ઓનલાઈન દર્શાવાતી રમતો જોવાનો બાળકોમાં એક પ્રકારનો નશો રહેતો હોવાથી તે શિક્ષણ કાર્યથી વિમુખ બની જાય છે, કયારેક તો તે પોતાના ભોજન સંબંધી રોજીંદી જરૂરીયાતોથી પણ વિમુખ થઈ જાય છે. કુટુંબના સભ્યોથી વિમુખ થઈ જાય છે. તેનો સામાજિક વ્યકિતત્વ વિકાસ પણ રુધાંય છે.

 

(8:26 pm IST)