Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમદાવાદ આર.આર.સેલે રાત્રીના સુમારે 360 પેટી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:રેન્જના આરઆર સેલે આજે રાત્રીના સુમારે તારાપુર-ધર્મજ રોડ ઉપર આવેલી એક હોટલ પાસેથી ૩૬૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલા એક ટ્રક-કન્ટેનરને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને હકિકત મળી હતી કે, હરિયાણા તરફથી એક ટ્રક-કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને વાયા વડોદરા, વાસદ-તારાપુર સ્ટેટ હાઈવે પરથી સૌરાષ્ટ્ર તરફ જનાર છે. 

 

(6:06 pm IST)