Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મહેમદાવાદના દેવકી વણસોલ નજીક ગમખ્વાર અકસ્માત: ત્રણને ગંભીર ઇજા

મહેમદાવાદ: તાલુકાના દેવકી વણસોલ તેમજ નડિયાદ ખાડ નજીક સર્જાયેલા અક્સ્માતમાં ત્રણને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મહેમદાવાદ રોડ પરથી ગત તા.૨૦-૧-૧૯ની રાત્રે લાકડા ભરેલ ટ્રેકટર નં. જીજે-૨૩ બી ૧૯૯૦ લઈ રહ્યું હતું ત્યારે દેવકીવણસોલ નજીક પાછળથી પૂરઝડપે આવેલ સીએનજી રીક્ષા નં.જીજે-૦૭ એટી-૫૩૧૪ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલ લાકડાના થડીયા સાથે અથડાઈ હતી. જેથી રીક્ષામાં બેઠેલા શનાભાઈ નાનસિંહ ચાવડા (રહે. રાજીવ નગર નડિયાદ) તેમજ અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી. 

(6:03 pm IST)