Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં નોકરી કરનાર શખ્સ તકનો લાભ લઇ 2.08 લાખના દાગીના લઇ રફુચક્કર

સુરત:કતારગામ જેરામ મોરાર ની વાડી સ્થિત હીરાના કારખાનામાં માત્ર ૧૨ દિવસ અગાઉ નોકરી એ જોડાયેલો બનાસકાંઠા નો યુવાન ગત સોમવારે રાત્રે નોકરી દરમિયાન કારખાનામાંથી રૂ.૨.૦૮ લાખની કિંમતના હીરા ચોરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની અને સુરતમાં કોઝવે રોડ ભગુનગર સોસાયટી ઘર નંબર 72 માં રહેતા 31 વર્ષીય નરેન્દ્રભાઇ ઉર્ફે મેહુલ જેરામભાઈ બાપોદરીયાએ પાંચ માસ અગાઉ કતારગામ જેરામ મોરારની વાડી પ્લોટ નંબર એ-બી/36 ના ચોથા માળે વિહત ડાયમંડ ના નામે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. તેમના કારખાનામાં કામ કરતા ૧૪ કારીગરો પૈકી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામનો સુરેશ હજુરસિંહ ઠાકોર લેસર મશીન ઉપર દિવસ નાઇટ શિફ્ટ માં ૧૨ દિવસ અગાઉ નોકરીએ જોડાયો હતો.

(6:01 pm IST)