Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પાલનપુરમાં હીરાના કારખાનામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 12 શકુનિઓની ધરપકડ

પલનપુર: શહેરમાં હરી ચેમ્બર્સમાં એક હીરાના કારખાનામાં તાજેતરમાં પૂર્વ પોલીસની ટીમે રેડ પાડી જુગાર રમતા ૧૨ જુગારીયા ઝડપી પાડયા હતા. તે સમયે પોલીસે ૧ લાખ ૬૨ હજાર ત્રણસો એંસીનો રોકડ તેમજ મુદ્દામાલ રી-કવર બતાવેલો હતો ત્યારે આ તમામ પોલીસની શંકાસ્પદ હરકતો કારખાનામાં લાગેલા સી.સી. કેમેરાના ફુટેજમાં કેદ થઈ ગઈ હતી.

જેના આધરે આ કારખાનાના માલિકે કેટલાક ચોંકાવનારા અ  આક્ષેપ કર્યા છે કે પોલીસની ટીમે બળજબરીથી તેમના સ્થળે ખોટું પંચનામું ઉભું કરી રૃપિયા ૭ લાખ ૫૦ હજાર પાંચસો ત્રીસ પડાવી પ્રતિષ્ઠા ખરડવાની કોશિશના આક્ષેપો કરી પૂર્વ સબ ઈન્સ્પેક્ટર સહિત ૧૦ પોલીસ કર્મીઓ સામે લેખિત ફરિયાદ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગઈ હતી.

(5:59 pm IST)