Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મહેમદાવાદમાં આર.ટી.આઈની અરજી આપવા ગયેલ શખ્સ સાથે અભદ્ર વર્તન કરનાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ

મહેમદાવાદ: શહેરમાં આવેલ એક સરકારી કચેરીમાં આર.ટી.આઇ.ની અરજી આપવા ગયા હતા. જ્યાં કાર્યકર સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યુ હતુ. આ સંદર્ભે સરકારી કાર્યલયના અધિકારી સામે તેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ચકચાર મચી છે.

મહેમદાવાદ શહેરના સામાજિક આગેવાન ભાવેશ રાવલ દ્વારા મહેમદાવાદ ખાતે આવેલ મુખ્ય જી.ઇ.બીની ઓફિસે  આશરે આઠ મુદાઓ સાથે આર.ટી.આઇ આપવા માટે ગયા હતા.  જી.ઇ.બીના અધિકારી પ્રદિપસિંહ એ.ચૌહાણને આર.ટી.આઈ. આપવા માટે પહોંચ્યા હતા.

આ અરજીમાં તેમણે મધ્ય ગુજરાત વીજકંપની મહેમદાવાદમાં તાલુકાના તમામ ગામોમાં છેલ્લા ૫ વર્ષમાં આપવામાં આવેલ ૩ ફ્રેઝ કનેકશન ધરાવતા હોય તેઓની નામ સરનામા સાથેની યાદી તેમજ ૩ ફ્રેઝ કનેકશન માટે ભરેલા ફોર્મ અને તેની સાથે રજૂ કરેલ પાન્ના પત્રોની પ્રમાણિત નકલો માંગી હતી.

(5:58 pm IST)