Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નડિયાદ: લીબાસીમાં કંપનીમાં વિવાદનો સિલસિલો યથાવત: 71 કરોડનું ફુલેકુ ફર્યું હોવાની માહિતી

નડિયાદ: શહેરમાં લીબાંસીની સીમા કંપનીમાં ચાલી રહેલા વિવાદનો હજીએ કોઈ અંત આવ્યો નથી. ત્યારે ચોંકાવનારી વિગતો એવી છે કે ૫૬૨ કર્મચારીઓના કરાર મુજબના ૭૧ કરોડ ઉપરાંતની રકમ સીમા કંપની દ્વારા ચુકવવાની થાય છે. આ રૃપિયાની માંગણી સાથે કર્મચારીઓ છેલ્લા વીસેક દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. પરંતુ કંપનીના માલિક કર્મચારીઓ સામે આવી જવાબ આપવામાટે તૈયાર નથી. જેથી કંપનીના માલિક કર્મચારીઓના હિસ્સાની કરોડોની રકમ લઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપ ઉઠયા છે. 

લીબાંસીમાં સીમા કંપનીના કર્મચારીઓને અગાઉ જી.ઈ. લાઈટીંગ યુનીયન દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. આ દરમ્યાન જી.ઈ. દ્વારા સીમા કંપની સાથે કરાર કરી તમામ કર્મચારીઓને જી.ઈ. દ્વારા આપવામાં આવનાર તમામ લાભો આપવાના કરાર કરી કર્મચારીઓને હાયર કરાયા હતા. જેમાં તમામ ૫૬૨ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ મુજબ નક્કી થયેલા લાભ આપવાના કરાર થયા હતા. જે અંતર્ગત નિયત કરેલી તારીખે પગાર આપવો, કંપની બંધ કરે તો જી. ઈ. કંપની જે લાભ આપે તે સીમા કંપનીએ પણ ચુકવવા જેમાં વી.આર.એસ. (વોલેન્ટરી રીટાયર્ડમેન્ટ સ્કીમ)નો લાભ આપવાના કરાર થયા હતા.

(5:56 pm IST)