Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સાબરમતીમાં બેફામ ગાડી હંકારી અઢી વર્ષની બાળકીને મોતનેઘાટ ઉતારનાર ડ્રાઈવર ભૂગર્ભમાં ઉતર્યો

અમદાવાદ:સાબરમતીમાં ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે સોસાયટીમાં બેફામ ગાડી હંકારી હતી અને અઢી વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. આ કેસનો આરોપી ડ્રાઇવર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગંભીર ઘટના બની હોવા છતાં પરિવારને મળવા કોઇ અધિકારી ફરક્યા નહી અને આજે સોસાયટીમાં કચરો લેવા પણ કોઇ ગયું નથી.

સાબરમતી વિસ્તારમાં જવાહરચોક પાસે આવેલી ભવસાગર સોસાયટીમાં ગઇકાલે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો લેવા આવેલા ગાડી ડ્રાઇવરે બેફામ ગાડી હંકારી હતી, જેથી ગાડીના વ્હીલ નીચે આવી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ગાડીનો ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસે કચરા કોન્ટ્રાકટર પાસે કર્મચારીનું લિસ્ટ મંગાવવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના ૪૮ કલાક બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ અધિકારીએ પરિવારજનોની મુલાકાત લીધી નથી, એટલું જ નહી આજે સોસાયટીમાં કોઇ કચરો પણ લેવા આવ્યું નથી.

(5:55 pm IST)