Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમદાવાદ: બાપુનગરમાં મહિલાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ: શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે મહિલાએ અશ્લીલ ફોટા વાઇરલ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્સ્ટેબલ ડિવોર્સી મહિલા સાથે આઠ વર્ષથી લિવઇન રિલેશનશિપમાં સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે.

આ કેસની વિગત એવી છે કે દસક્રોઇ તાલુકાના કઠવાડા વિસ્તારમાં રહેતી મહિલાએ બાપુનગર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ.એમ. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે અગાઉ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. બન્ને વચ્ચે તકરાર થતાં ૨૦૦૭માં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી જો કે ત્યારબાદ છુટાછેડા થયા હતા. આ સમયે કોર્ટની કાર્યવાહી દરમિયાન કોન્સ્ટેબલ મહેશભાઇના સંપર્કમાં આવ્યા હતા, કોન્સ્ટેબલ લગ્ન કરવાની લાલચ આપીને મહિલા સાથે આઠ વર્ષથી લિવઇન રિલેશનશિપમાં રહેતા હતા.

(5:52 pm IST)