Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નરોડા પાટીયા કેસ : સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓને આપ્યા જામીન

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેમની સજા પર હાલમાં શંકા છે : હાઇકોર્ટે ચાર દોષિતોને ૧૦ વર્ષની સજા સંભળાવી હતી

અમદાવાદ તા. ૨૩ : સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૦૨માં બહુચર્ચિત નરોડા પાટિયાકાંડના મામલામાં દોષિત ચાર લોકોને જમાનત પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરેલા ચાર લોકોમાં ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડ, હર્ષદ અને રાજકુમાર સામેલ છે. ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ ભાદ ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારમાં અલ્પસંખ્યક સમુદાયના અંદાજે ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી.ઙ્ગ

આ મામલામાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ જેએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે મંગળવારે ચાર મુખ્ય દોષીઓને જમાનત આપી હતી. આ દરમિયાન પીઠે કહ્યું કે, તેમને આરોપી વ્યકત કરાવવા પર સંદેહ છે. આ મામલામાં હજી મોટી ચર્ચાનો અવકાશ છે. તેથી તેમને જમાનત પર મુકત કરવામાં આવ્યા છે. આ તમામ દોષીઓને આઈપીસીની ધારા ૪૩૬ અંતર્ગત દોષી ગણાયા હતા.ઙ્ગ

ગુજરાતમાં ૨૦૦૨માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ નરસંહાર ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ થયો હતો. આ હુમલામાં ૩૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરામાં સાબરમતી એકસપ્રેસ ટ્રેન હત્યાકાંડના એક દિવસ બાદ થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ બંધનું આહવાન કર્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં ઉગ્ર ભીડે અલ્પસંખ્યક સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો. આ કેસ ઓગસ્ટ ૨૦૦૯માં શરૂ થયો, અને ૬૨ આરોપીઓની વિરુદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ઙ્ગ

ગત વર્ષે આ મામલે ગુજરાત હાઈકોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષી જાહેર કર્યા હતા, જયારે કે પુરાવાના અભાવે ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાનીને મુકત જાહેર કર્યા હતા.(૨૧.૧૭)

(3:40 pm IST)