Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

૧૮ ફેબ્રુઆરીથી વિધાનસભા સત્રઃ બજેટ નહિ લેખાનુદાન

મહત્તમ અઠવાડિયાનું સત્ર રહેવાનો નિર્દેષઃ વિપક્ષ સળગતા પ્રશ્નો ઉઠાવશે

રાજકોટ તા. ર૩ :.. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા. ૧૮ ફેબ્રુઆરીથી યોજવાનું આજની કેબીનેટમાં નક્કી થયાનું જાણવા મળે છે. જો કે લોકસભાની ચૂંટણીની સંભવિત આચારસંહિતાને ધ્યાને રાખીને બજેટના બદલે ૪ માસ માટેનું લેખાનુદાન જ રજૂ થશે. બજેટ સત્ર ચાર થી સાત દિવસનું રહેવાની ધારણા છે.

સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીના વર્ષમાં વોટ ઓન એકાઉન્ટ જ રજુ થતુ હોય છે. તેવુ જ આ વર્ષે પણ થશે. ટૂંકા સત્રમાં વિપક્ષ કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા પ્રશ્ને સરકારને ભીડવવા  માંગે છે. ગૃહમાં કોઇ ખરડા રજુ થવાની શકયતા નકારાતી નથી. વિધાનસભા સત્રનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર થવાના અણસાર મળે છે.  ચૂંટણી પૂર્વનું આ અંતિમ વિધાનસભા સત્ર મળશે.

 

(3:39 pm IST)