Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

તાપી નદીમાં જલકુંભી મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા ધરણા પર બેઠા

સફાઈમાં ૮૦ કરોડ થી વધુનું આંધણ છતાં તાપી નદીમાં જલકુંભીની ચાદર છવાઈ

સુરત :તાપી નદીમાં ચોમાસા બાદ ફરી જળકુંભીનું આવરણ છવાયું છે.ત્યારે જળકુંભીની સફાઈને લઈને કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા ધરણા પર બેઠાં હતાં. આ સમયે પાલિકા દ્વારા જળકુંભીની સફાઈ માટે જેસીબી સહિતના મશીનો મુકીને જળકુંભીની સફાઈ કરવાની શરૂઆત કરી હતી.

   તંત્ર દ્વારા કરાતી તાપીની સફાઈ માટે ઉદાસીન બનેલા અને ધરણા પર બેઠેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, તંત્ર તાપીના શુધ્ધિકરણ પ્રત્યે ઉદાસિનતા સેવી રહ્યું છે. તાપીમાં જળકુંભી દૂર કરવાની માત્ર વાતો કરવામાં આવે છે. પરંતુ નક્કર કામ થતું નથી

(3:37 pm IST)