Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ભારે પ્રતિસાદ :છ દિવસમાં 35.64 કરોડનું થયું વેચાણ :5800થી વધું ઇનામો અપાયા

કાપડ, ગાર્મેન્ટ, જ્વેલરી અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિકસમાં લોકોએ વધુ રસ દાખવ્યો

અમદાવાદ: અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલને ભારે પ્રતિસાદ મળ્યો છે શોપિંગ ફેસ્ટિવલમાં 'સમથિંગ ફોર એવરીવન'નું સૂત્ર અપનાવાયું છે લોકો પણ તેમાં ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે અત્યાર સુધીમાં છ દિવસમાં ૩પ.૬૪ કરોડની વસ્તુઓ વેચાઇ હોવાનો દાવો કરાયો છે

  અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યો છે અત્યાર સુધીમાં ૧.ર૩ લાખ લોકોએ યુનિટ ખરીદી કરી છે. જેમાંકાપડ, ગાર્મેન્ટ, જ્વેલરી અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિકસમાં વધુ રસ દાખવ્યો છે. કાપડ-ગાર્મેન્ટમાં ૩૩ ટકા,જ્વેલરીમાં ર૩ ટકા, મોબાઇલ-ઇલેક્ટ્રોનિકસમાં ૧૬ ટકા અને હોટલ-રેસ્ટોરાંમાં ૪ ટકા ફાળો નોંધાયો છે.

  ગ્રાહકોને દૈનિક ૯૬૦ ઇનામ અને ર૧ બમ્પર ઇનામ મળીને અત્યાર સુધીમાં પ૮૦૦ થી વધુ ઇનામ અપાયાં છે. શોપિંગ ફેસ્ટિવલ હેઠળ ગ્રાહકોને.૩૦ થી ૩પ લાખના ઇનામ અપાયાં છે ગ્રાહકો માટે ૭થી ૮ કરોડનાં ઇનામ ધરાવતાં પ૧ બમ્બર ડ્રો અને વેપારીઓ માટે એક કરોડના ઇનામનો લકી ડ્રો કરાશે

(2:29 pm IST)