Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હવે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાશે :ઇ-પેમેન્ટ વ્યવસ્થા શરૂ કરાઈ :મહેસુલ મંત્રી કૌશિક પટેલની જાહેરાત

સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી જુદી જગ્યાએ જવામાં રાહત મળશે

અમદાવાદ :મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઇ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી જુદી પદ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે.

 મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ મહેસુલી સેવાઓ મેળવવામાં નાગરિકોને સરળતા રહે, સમયનો વ્યય ન થાય અને પ્રક્રિયા ઓનલાઈન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જેના ભાગરુપે તબક્કાવાર મહેસુલી સેવાઓ ઓનલાઈન અને ડિજિટલ કરવાની કામગીરી ઝડપથી અમલી બની રહી છે. આવી જ એક પ્રક્રિયાના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાય તે માટે એÂપ્લકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એÂપ્લકેશન નાગરિકો પોતાના ઘરે બેઠા, જાઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતાં દસ્તાવેજ માટે ભરી શકશે.   

  મહેસુલમંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ પદ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતા પહેલા ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઇસ્ટેમ્પિંગ માટે જે તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પદ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી જુદી જગ્યાએ જવામાં રાહત મળશે

(2:28 pm IST)