Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ધાનેરા પોલીસે આઇશર ગાડીમાંથી ખાલી ડબ્બા પાછળ સંતાડેલ 310 પેટી વિદેશી દારૂ ઝડપ્યો

આઇશર ગાડી સહીત 25 લાખના મુદામાલ સાથે આણંદના શખ્શની અટકાયત

ધાનેરા પોલીસે આઇશર ગાડીમાંથી ખાલી ડબ્બા પાછળ સંતાડેલ 310 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો છે ધાનેરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નેનાવા ચેક પોસ્ટ ઉપર આઈસર ગાડી ચેક કરતાં ગાડીમાં જતી ૩૧૦ પેટી વિદેશી દારૂ કિંમત ૧૪,૮૮,૦૦૦ તથા ૧૦ લાખની આઈસર ગાડી અને પ૦૦ નો મોબાઈલ સાથે આણંદના ઈસમની ધરપકડ કરી હતી.

(2:27 pm IST)