Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

લોકપ્રિય સોંગ 'ચાર ચાર બંગડીવાળી ગાડી 'ગાવા કિંજલ દવે અડગ:કોર્ટના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકાર્યો:કાલે થશે સુનાવણી

ગીત યુટ્યુબ પર પોસ્ટ કર્યું અને દાવો કરવા વાળાની પહેલા કિંજલ આ ગીત પર પરફોર્મ કરે છે

અમદાવાદ :લોકપ્રિય સોંગ ચાર ચાર બગડીવાળી ગાડી ગાવા કિંજલ મક્કમ છે આ ગીત પર ઓસ્ટ્રેલિયા સ્થિત કાર્તિક પટેલએ દાવો કર્યો છે અને મામલો અદાલતમાં પહોંચ્યો હતો ત્યારે કોમર્શિયલ કોર્ટે દવે અને અન્ય લોકોને આ ગીતની કેસેટ, સીડી વેચવાના, ઓનલાઈન ડાઉનલોડ કરવાના ફોરમ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ સાથે લાઈવ સ્ટેજ કોન્સર્ટમાં પણ કિંજલને આ ગીત ગાવા પર રોક લગાવી દેવાઈ હતી પરંતુ કિંજલ દવે નીચલી કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં પહોંચી છે

 . કોર્ટના મુજબ આ કોપીરાઈટ કરેલા ગીતની નકલ હોવાથી ગેરકાયદેસર છે. દવેના વકીલ જે.વી વાઘેલાએ જણાવ્યું, “અમે કોમર્શિયલ કોર્ટના ઓર્ડરને પડકાર્યો છે. તેની સુનવણી કાલે બુધવારે થશે
કિંજલના વકીલે જણાવ્યું કે કોમર્શિયલ કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ ઓર્ડર આપી દીધો હતો આથી તે હાઈકોર્ટમાં લડત આપવા માંગે છે અત્યારે ઓસ્ટ્રેલિયા સ્થિત અને પોતાની જાતને કાઠિયાવાડી કિંગ ગણાવતા કાર્તિક પટેલે કોર્ટમાં કેસ દાખલ કર્યો કે તેણે ચાર બંગડી વાળી ગાડી શબ્દોવાળુ ગીત ગાયુ હતુ અને કિંજલનું લોકપ્રિય ગીત પણ આ જ શબ્દોવાળુ છે. તેણે વધુમાં જણાવ્યું કે તેણે આ ગીત યુટ્યુબ પર 28-29 સપ્ટેમ્બર 2016ના આ ગીત પોસ્ટ કર્યું હતું અને આથી ગીત પર તેનો અધિકાર છે.
  કાર્તિક પટેલના દાવાને ફગાવતા કિંજલ દવેના વકીલે જણાવ્યું કે “કિંજલ દવે 20 વર્ષની યુવતી છે અને પટેલે આ ગીત બનાવ્યું હોવાનો દાવો કર્યો તેના પહેલાથી તે આ ગીત પર પરફોર્મ કરતી આવી છે. પટેલે આ ગીત પર ખોટો દાવો માંડ્યો છે, તેનો ગીત પર કોઈ અધિકાર નથી.”
 વકીલે જણાવ્યું, “અત્યાર સુધી તે આ ગીત સ્ટેજ પર 200થી વધુ વાર ગાઈ ચૂકી છે આ એક્સપાર્ટે ઈન્જક્શનનો કેસ બનતો જ નથી. તેણે કોપીરાઈટ એક્ટ 1957 અંતર્ગત પરફોર્મર્સના અધિકાર પણ મેળવ્યા છે. અત્યાર સુધી કોઈ પગલા ભરાયા નહતા. કાર્તિક પટેલે 18.4.2017ના રોજ એસાઈનમેન્ટ ડીડ દ્વારા તેના ગીતના હક આપ્યા હતા.”

(1:46 pm IST)