Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પરપ્રાંતીયોના અપમાન મામલે મુખ્યમંત્રી રૂપાણી અને કોંગીના અલ્પેશ ઠાકોર સામે FIR નોંધવા કોર્ટનો આદેશ

 

અમદાવાદ :પરપ્રાંતિયોના અપમાન મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બિહારની મુઝફ્ફરપુર કોર્ટે FIR નોંધવાના આદેશ કર્યા છે

  મુઝફ્ફરપુરની એસડીજેએમ પશ્ચિમ સબા આલમ કોર્ટે FIR દાખલ કરવાનો આદેશ કર્યો છે. અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે કાંટી પોલીસને FIR દાખલ કરવા આદેશ કર્યો હતો. FIR દાખલ થયા બાદ પોલીસ તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ આપશે

  અત્રે ઉલ્લેખનીય છે કે  મામલે ગત 11 ઓક્ટોબરે અહિયાપુરના ભિખનપુરાના રહેવાસી તમન્ના હાશમીએ કોર્ટમાં કેસ કર્યો હતો. સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે પરપ્રાંતિયોને અપમાનીત કરી રાજ્ય બહાર ભગાડી મુકવાનો આરોપ લગાવાયો છે.

(12:23 am IST)