Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સ્થાનિક ચૂંટણી કાર્યક્રમ.....

૨૯મી જાન્યુઆરીએ જાહેરનામુ જારી કરાશે

        અમદાવાદ,તા. ૨૩ : રાજ્યની ૭૫ નગરપાલિકાઓની સામાન્ય અને અન્ય સ્થાનિક સ્વરાજની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી ૧૭મી ફેબ્રુઆરીના રોજ યોજવા રાજ્ય ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી. આચારસંહિતા તરત અમલી બની છે. સ્થાનિક ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય ગરમી વધી ગઈ છે.  આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સામાન્ય-પેટાચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*     ચૂંટણી જાહેર કરવાની તારીખ ૨૩મી જાન્યુઆરી રહી છે

*     ૨૯મી જાન્યુઆરીના દિવસે જાહેરનામુ જારી કરવામાં આવશે

*     ૨૯મી જાન્યુઆરીના દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરાશે

*     ત્રીજી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ રહેશે

*     ૫મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ રહેશે

*     છઠ્ઠી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ રહેશે

*     ૧૭મી ફેબ્રુઆરીએ મતદાન કરાશે

*     ૧૮મી ફેબ્રુઆરીએ જો જરૃર પડશે તો ફેર મતદાન થશે

*     ૧૯મી ફેબ્રુઆરીએ મતગણતરીની તારીખ રહેશે

(8:31 pm IST)