Gujarati News

Gujarati News

News of Tuesday, 21st December 2021

AAPના 9 કાર્યકરોને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા : જામીન અરજી નામંજૂર :સાબરમતી જેલ મોકલાયા

ગઈ રાત્રે મહિલા કાર્યકરોના જામીન ના મજૂર થયા હતા

અમદાવાદ : AAP નેતાઓ કમલમમાં પહોંચ્યા ભારે હોબાળો થયો હતો. આ મામલે AAP નેતાઓ અને કાર્યકરોને સામે ગુના દાખલ થતા તેમને કોર્ટમાં રજૂ કરી રહ્યાં છે.

રાયોટિંગ, છેડતી, મારામારી સહિત 19 કલમો હેઠળ ગુના નોંધાયા છે. જેમાં AAPના 66 કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. AAP નેતાઓને લઈને પોલીસ ગાંધીનગર કોર્ટ પહોંચી હતી. જેમાં સુનાવણી દરમિયાન વારાફરતી 9 લોકોને જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જેમાં 9 AAP કાર્યકરોની જામીન અરજી ના મંજૂર કરી સાબરમતી જેલ મોકલાયા છે.ગઈ રાત્રે મહિલા કાર્યકરોના જામીન ના મજૂર થયા હતા ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે, ગઈ કાલે AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણ થયા બાદ ભાજપ દ્વારા આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. મોડી રાત્રે કોર્ટમાં 26 મહિલા કાર્યકરોને પેશ કરાઇ હતી. જેમાં જામીન નામંજૂર થતા મહિલાઓને રાત સાબરમતી જેલમાં રાત વિતાવવી પડી હતી.

(7:23 pm IST)