Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

લોકડાઉનમાં માનવી પણ કામ ધંધા વગર અટવાયા છે તેવામાં કુદરતી આફતે મૂંગા પશુઓને પણ ખોરાક માટે ભટકતા કરી દીધા

પશુઓના ઘાસ ચારાની શોધમાં કચ્છથી મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરવા મજબૂર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સૌરાષ્ટ્રમાં ગત ચોમાસે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી,જેથી પશુઓ માટે ઘાસ ચારાની ખુબ જ અછત સર્જાઈ હોય જેના કારણે ત્યાંના પશુ પાલકોએ પોતાના પશુઓના ખોરાક માટે ઘાસ ચારાની શોધમાં મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરવા મજબૂર બન્યા છે, લગભગ ૨૦૦ જેટલા ઊંટોને લઇ ૩ પરિવાર સૌરાષ્ટ્રના કચ્છથી મહારાષ્ટ્ર તરફ જવા મજબૂર બન્યા હોય આ પરિવારો વાયા રાજપીપળા માર્ગ ઉપરથી મહારાષ્ટ્ર તરફ જતા જોવા મળી રહ્યા છે.ત્યારે કોરોના અને લોકડાઉનમાં મનુષ્યની પણ આવક ઘટી છે તેવા સમયે આ કુદરતી આફત અતિવૃષ્ટિમાં હવે પશુઓની પણ હાલત ખરાબ જોવા મળી રહી હોય પશુ પાલકો મજબુર થઈ ગામે ગામ ભટકતા થઈ ગયા છે.

(11:18 pm IST)