Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નર્મદા જિલ્લામાં મંગળવારે 9 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1722 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા ના દરબાર રોડ-03,દોલત બજાર-01,સ્ટેશન રોડ-01,નાંદોદ તાલુકા ના થરી-01ગરુડેશ્વર ના કેવડીયા-01,ડેડીયાપાડા ના- ચીકદા-01 અને સાગબારા તાલુકાના સેલંબામાં-01 દર્દી સાથે જિલ્લામાં 09 દર્દી પોજેટિવ નોંધાયો છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 04 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 06 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 26 દર્દી દાખલ છે.આજે 06 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લા માં કુલ 1674 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1722 પર પહોચ્યો છે.આજે વધુ 343 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:03 pm IST)