Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

દૂધસાગર સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જામીન અરજી દાખલ કરી

વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ

મહેસાણા :દૂધસાગર સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાહત આપી છે. સ્ટેટ CID ક્રાઇમે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપી મૌઘજી ચૌધરી અને નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી હતી.

ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા આરોપી નિશિત બક્ષીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના 21મી ડિસેમ્બર સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં નિશિત બક્ષીના રિમાન્ડ મેળવવા માટે CID ક્રાઈમ દ્વારા 13 કારણો રજૂ કરવામાં આવ્યા હતા

મહેસાણા દૂધસાગર સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ પુરા થયા બાદ બુધવારે તેમને અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ફરીવાર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે વિપુલ ચૌધરીના 18મી ડિસેમ્બર સુધી અને મૌઘજી ચૌધરીના 19મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા

 મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા 6 વર્ષ પછી ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

(9:51 pm IST)