Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

એક જ પરીણિતાને પ્રેમ કરતા શખ્સે મિત્રની ક્રૂર હત્યા કરી

સુરતમાં પ્રેમ પ્રકરણમાં ખુની ખેલ ખેલાયો : પરીણિતા બે યુવકો સાથે પ્રેમનું ચક્કર ચલાવતી હતી અને ભાંડો ફૂટી જતાં એક પ્રેમિએ અન્યનું કાસળ કાઢ્યું

સુરત, તા. ૨૨ : સુરતમાં એક જ યુવતીને પ્રેમ કરતા બે યુવકો વચ્ચે ખુની ખેલાયો હતો. જેમા એક મિત્રએ બીજા મિત્રની ઘાતકી હત્યા કરી હતી. આ બનવામાં બંન્ને યુવકો જે યુવતીના પ્રેમમાં પાગલ હતા તે પરિણીત હતી અને તે પરિણીતા આરોપી યુવક અને મૃતક બંન્નેને પ્રેમ કરતી હતી.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં એક પરિણિતાના પ્રેમમાં મિત્રએ મિત્રની ઘાતકી હત્યા કરી નાંખી છે. આરોપી યુવકે પોતાના જ દોસ્ત પર હિંસક હુમલો કર્યો હતો અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી. આ મામલે પોલીસે ૨ આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનવુસાર, પ્રેમ પ્રકરણનો એક બીજાનો ભાંડો ફૂટી જતા મામલો હત્યા સુધી પીહચ્યો હતો. એક પરિણીતાને બંન્ને યુવકો પ્રેમ કરતા હતા અને આ પ્રેમિકાના ચક્કરમાં જ એક મિત્રએ બીજાનું ઢીમ ઢીળી દીધુ હતું. હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે કરી બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરીછે.

(8:45 pm IST)