Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમદાવાદમાં 50કિલો કરતા વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોએ જાતે જ નિકાલ કરવાનો રહેશે

જો 50 કિલો કરતા ઓછો કચરો ઉત્પન્ન કરતા હોય તો વીસ દિવસમાં સેલ્ફ ડિક્લેરેશન કરવાનું રહેશે

 અમદાવાદ :શહેરમાં વાણિજ્ય એકમ કે રેસિડેન્સીયલ વેલફેર એસોસિયેશન દ્વારા 50 કિલોગ્રામ કરતાં વધારે કચરો ઉત્પન્ન કરવામાં આવશે તો તેમને જાતે જ કચરાનો નિકાલ કરવાનનો રહેશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જાહેર નોટિસ આપવામાં આવી છે.

 નોટિસ અનુસાર 50 કિલો કરતા વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોએ કચરાને ત્રણ કેટેગરીમાં અલગ કરવો પડશે. 1 બાયોડિગ્રેડેબલ 2. નોંનબાયોડિગ્રેડેબલ 3. ડોમેસ્ટિક હેઝરડ વેસ્ટ. આ ત્રણ કેટેગરીમાં કચરાને સ્થળ પર જ અલગ અલગ કરવાનો રહેશે. તેમજ તેમાંથી બાયોડિગ્રેડેબલ વેસ્ટને વેસ્ટનું પ્રોસેસિંગ તેમજ ટ્રીટમેન્ટ તેમની પ્રેમાજી સમાજ કરવાનું રહેશે અથવા કોઈ એજન્સી મારફતે કરાવવાનું રહેશે

આ અંગે દરેક રેસિડેન્સીયલ વેલફેર એસોસિયેશન બીપી, માર્કેટ એસોસિએશનો,હોટેલો, રેસ્ટોરન્ટ તેમજ કમર્શિયલ એકમો વગેરે આ નોટિસ ના 20 દિવસમાં એટલે કે 10 જાન્યુઆરી 2021સુધી તેઓએ 50 કિગ્રા કરતા ઓછો કચરો જનરેટ કરશે તેઓ સેલ્ફ ડિક્લેરેશન આવવાનું રહેશે.જે કોઈએ પણ નોટીસ પીરીયડ પુરા થયાના સમયમાં સેલ ડેકલેરેશન આપ્યું નહીં હોય તો તેમને બલ્ક વેસ્ટ જનરેટ કરવાની વ્યાખ્યામાં સામેલ કરી દેવામાં આવશે.

વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલી બનેલા મ્યુનિસિપલ કોર્પોરેશન મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંતર્ગત શહેરી વિસ્તાર માં બલ્ક વેસ્ટ જનરેટર ની વ્યાખ્યામાં આવતા તમામ એકમોને તેમના દ્વારા ઉત્પન્ન થતા કચરામાંનો કેટલો કચરો તેઓએ જાતે મેનેજ કરવાનો રહેશે. બલ્ક વેસ્ટ જનરેટર અંગેSolid West Management Rules 2016 નું ઉલ્લંઘન દંડ પાત્ર ગણાશે. તેમજ ખોટું ડેકલેરેશન પણ પેનલ્ટી પાત્ર ગણાશે

(8:06 pm IST)