Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

માતાને કોરોનાથી બચાવવા દીકરાએ આપી જીવની આહૂતિ : માતાને ઘરમાં જ સેવા-સારવાર આપી : ખુદ થયા સંક્રમિત

માતાના બન્ને પગે ફ્રેક્ચર અને ઉપરથી આ જીવલેણ મહામારીએ જકડી

અમદાવાદ : શહેરના રાયખડ વિસ્તારમાં રહેતા મોંહમદ સલીમ ઉમરભાઈ શેખની માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. માતાના બન્ને પગે ફ્રેક્ચર અને ઉપરથી આ જીવલેણ મહામારીએ જકડી લેતા, તેમને ઘરે જ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમના પુત્ર મોંહમદ સલીમ જ તેમની સેવા-ચાકરી કરી રહ્યાં હતા. Ahmedabad Corona News

માતાની સેવા કરતાં-કરતાં પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થઈ જતાં તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ??? દિવસ હોસ્પિટલમાં જીવલેણ વાઈરસ સામે જંગ લડતા-લડતા આખરે તેમનું નિધન થતાં સમગ્ર પરિવારમાં શોકની લહર પ્રસરી ગઈ હતી.

મોંહમદ સલીમ જે એકદમ સરળ અને શાંત સોભાવના વ્યકિત હતા. તારીખ 28ના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓને તાત્કાલિક દાણીલીમડા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જયાં બે દિવસની સારવાર આપવામાં આવી હતી પરતું તેમની તબીયતમાં કોઈ સુધારો ન જણાતા તેમને ત્યાથી બીજી મોટા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુંમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. મોંહમદ સલીમનું કોરોનાની 10 દિવસની સારવાર બાદ નિધન થતા પરિવારજનોમાં શોક જોવા મળી રહ્યો છે.

 તેમના મના પુત્રએ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોંહમદ સલીમની માતાને બન્ને પગમાં ફેકચર થયું હતું જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જયા સરકારની ગાઈડલાઈન પ્રમાણ સૌ પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે ત્યાર બાદ ઓપરેશન કરવામાં આવે છે. જેથી તેઓની માતાનું કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા તેઓને પાછા ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ત્યા તેમના પુત્ર તેમની સારવાર કરી રહ્યા હતા. માતાની સારવાર કરતા કરતા તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.

(7:38 pm IST)