Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સ્વેટરના ભાવ મામલે ઝઘડા બાદ દુકાનદાર ઉપર હુમલો

તલવાર અને લોખંડની પાઇપથી ગ્રાહક તૂટી પડ્યો : હુમલાખોરે મોંઘા ભાવનું સ્વેટર ખૂબ સસ્તામાં માગ્યા બાદ દુકાન માલિકે માલ વેચવાની ના પાડી દીધી હતી

બનાસકાંઠા,તા.૨૨ : જિલ્લાના ડીસા શહેરમાં સ્વેટરના ભાવ બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા જેટલા શખ્સોએ તલવાર અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હતો. હુમલામાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા થઈ છે. પોલીસે મામલે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ડીસા શહેરમાં આવેલા બિઝનેસ વર્લ્ડ શૉપિંગ સેન્ટરમાં ત્રિમૂર્તિ હોજીયરી નામની દુકાન આવેલી છે. અહીં પ્રવીણ માળી નામનો એક ગ્રાહક સ્વેટર લેવા માટે આવ્યો હતો. પ્રવીણે ઓછી કિંમતમાં મોંઘું સ્વેટર માંગતા દુકાનના વેપારી શિવાભાઈ માળીએ માલ વેચવાની ના પાડી દીધી હતી. જે બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

સમયે ગુસ્સો ભરાયેલો ગ્રાહક ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં ગ્રાહક સહિત જેટલા અસામાજિક તત્વો ખુલ્લી તલવાર અને પાઇપો લઈને દુકાનમાં ધસી આવ્યા હતા. દુકાનમાં ઘૂસતાની સાથે આરોપીઓએ વેપારી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારી અને તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતા ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને સીસીટીવીના આધારે  હુમલો કરનાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:32 pm IST)