Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વસંત પટેલ વિરુદ્ધ વધુ એક યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વસંત પટેલ સુરતના જાણીતા હીરાના વેપારી : ૨૪ વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી હીરા વેપારી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી

સુરત,તા.૨૨ : શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસ ધરાવતા હીરા વેપારી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. પ્રથમ યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદથી વેપારી ફરાર થઈ ગયો છે. અન્ય યુવતીએ ફરિયાદ નોંધાવી છે તેણી સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીના પરિચયમાં આવી હતી. જે બાદમાં લગ્નની લાલચ આપીને વેપારીએ તેણી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતીને ગર્ભ પણ રહી ગયો હતો પરંતુ વેપારીએ ગર્ભ પડાવી નાખ્યો હતો. બાદમાં યુવતી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હતા. કેસમાં યુવતીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધીને વેપારી સામે કાર્યવાહી રૂ કરી છે. કેસની વિગત જોઈએ તો સુરતના વરાછા ખાતે ડાયમંડ વર્લ્ડમાં હીરાની ઓફિસ ધરાવતા વસંત પટેલ વિરુદ્ધ થોડા દિવસ પહેલા એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

વેપારીએ યુવતીને પોતાની ઓફિસ ખાતે નોકરી માટે બોલાવી હતી. અહીં હીરા વેપારીએ યુવતીને ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીનો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બાદ વેપારી ગુમ થઈ ગયો હતો. આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે વધુ એક યુવતીએ તેની સાથે પણ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. સુરતના વેડ રોડ પર રહેતી ૨૪ વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી હીરા વેપારી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી. બંને ફોન પર વાતચીત કરતા હતા. સમયે વસંતે યુવતીને કહ્યું કે, તું મને ખૂબ ગમે છે.

તેનો પરિવાર આફ્રિકા રહે છે. તે તેની સાથે મૈત્રી કરારથી રહેવા માંગે છે.' પહેલા તો યુવતીએ માટે ના પાડી હતી. પછી યુવતીને હીરા વેપારી વસંત પટેલે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી. અહીં હીરા વેપારીએ વસંત પટેલે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. યુવતીએ ના પાડતા વસંત પટેલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

(7:30 pm IST)