Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

આજથી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના સિવાય અન્ય રોગોની સારવાર પણ શરૂ

કોરોનાના કેસોમાં ઘટાડો થવાથી હવે તબક્કાવાર SVP હોસ્પિટલમાં અન્ય સેવાઓ શરૂ થશે

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિમાં સુધારો થવાના કારણે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ હોસ્પિટલમાં  આજથી કોરોના સિવાય અન્ય રોગોની સારવાર પણ શરૂ કરવામાં આવી છે

   AMCના જણાવ્યા મુજબ, કોરોનાના કેસોમાં ઘટાડો થવાથી હવે તબક્કાવાર SVP હોસ્પિટલમાં અન્ય સેવાઓ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, સ્કીન, સાઈક્રિયાટિક, ટીબી વિભાગ સિવાય સુપર સ્પાશિયાલિટી ડિપાર્ટમેન્ટ જેવા કે, કાર્ડિયોલૉજી, ન્યૂરો મેડિસિન, ન્યૂરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, પાડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો માટે OPD અને ઈનડોર સારવાર આજથી ઉપલબ્ધ કરવામાં આવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં કોરોના સિવાય અન્ય સારવાર બંધ કરી દીધી હતી. અત્યાર સુધી 12000થી વધુ કોરોના દર્દીઓ અહીં સારવાર મેળવી ચૂક્યાં છે.

(5:59 pm IST)