Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ગાંધીનગર નજીક ધોળાકુવા પાસે બાંધકામ સાઈટના સંચાલક પર રૂપિયાની લેતીદેતી મામલે ચાર શખ્સોએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેરને અડીને આવેલા ધોળાકુવા પાસેથી બાંધકામ સાઈટના સંચાલક ઉપર રૃપિયાની લેવડદેવડ બાબતે ચાર શખ્સોએ મારામારી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.      

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સત્યમ ક્રિસ્ટલ ખાતે રહેતા અને ધોળાકુવા પાસે બાંધકામ સાઈટનું સંચાલન કરતાં હીરેનભાઈ સુરેશભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમની ઉપર ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ વિજયભાઈ બોલું છુંબાબુભાઈ સાંગાણી તથા તેમના પુત્ર મયંક સાંગાણીઓએ લેન્ડમાર્ક લીવીંગની મેટર મને સોંપી દીધી છે અને હવે તારે બધી વાતચીત મારી સાથે કરવી પડશે અને વધુ હોંશિયારી કરીશ તો જાનથી મારી નાંખી તેવી ધમકી પણ આપી હતી. ત્યારે ગઈકાલે તે ધોળાકુવાની લેન્ડમાર્ક લીવીંગ સાઈટ ઉપર એકાઉન્ટ પ્રદિપભાઈ વ્યાસ અને સાઈટ સુપરવાઈઝર કેતન રાવળ સાથે હાજર હતા તે સમયે જીગ્નેશ સુવાગીયા રહે.મકાન નં./૧૦૩લેન્ડમાર્ક લીવીંગ ધોળાકુવા તથા વિજયભાઈ અને અન્ય બે ઈસમો કારમાં ત્યાં આવ્યા હતા અને તું કેમ ઉભો નથી રહેતો હું બોલાવું છેુ તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી સાઈટ ઉપર કાલથી દેખાતા નહીં તેમ કહી ઝપાઝપી કરી હતી તેમ કહેતા પ્રદિપભાઈ વચ્ચે પડતાં તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપીમાં તેમનો ફોન પણ તુટી ગયો હતો. લાકડીઓથી બરડામાં માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને કાર લઈને નીકળી ગયા હતા. થોડા સમય બાદ તેમની ઉપર ફોન આવ્યો હતો જેમાં હું વિરમ ગગડી પોરબંદરથી બોલું છું કાંઈ પણ હલ્યો તો જોઈ લેજો તેમ કહીને ગાળાગાળી કરી હતી. જેથી સમગ્ર મામલે ઈન્ફોસીટી પોલીસ મથકમાં જીગ્નેશ સુવાગીયાવિજયભાઈ અને અન્ય બે શખ્સો સામે ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:34 pm IST)