Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સુરતમાં વરાછાના યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

સુરત: શહેરના સહારા દરવાજા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેથી ત્રણ માસ અગાઉ 94 ગ્રામ અફીણ સાથે પુણા પોલીસના હાથે ઝડપાયેલા વરાછાના યુવાનને અફીણ આપનાર રાજસ્થાનના આધેડની એસઓજીએ તેના વતનમાંથી ધરપકડ કરી છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણા પોલીસે ગત 20 સપ્ટેમ્બરના રોજ સહારા દરવાજા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેથી મોપેડ ઉપર જતા ધીરજકુમાર દયાશંકર ઓઝા ( રહે.306, શિવમ કોમ્પ્લેક્ષ, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ) ને રૂ.94 હજારની મત્તાના 94 ગ્રામ અફીણ સાથે સુરતમાં આવતા ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં અફીણનો જથ્થો તેને રાજસ્થાનના બાડમેરના બાલોતરા ખાતે રહેતા દાઉલાલ મિશ્રિમલ ઘાંચીએ આપ્યાની કબૂલાત કરતા પુણા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(5:33 pm IST)