Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સુરતના ઈચ્છાપોરમાં રોડ પર ભરેલ ટ્રેલરમાં ટ્રક ભટકતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરનું સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરના ઇચ્છાપોરમા સોમવારે રાત્રે ઉભેલા ટ્રેલરમાં ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઈવરને ફાયર બિગેડ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોરમાં કવાસ પાટીયા પાસે પેટ્રોલ પંપની બાજુમાં રહેતા 34 વર્ષીય દિલીપભાઈ શિવરામભાઈ પટેલ ગઈકાલે રાત્રે હજીરાથી ઈચ્છાપુર ખાતે ટ્રકમાં ડીઝલ ભરાવવા જતા હતા. સમયે ઈચ્છાપોરના એનટીપીસી પાસે ઉભેલા ટ્રેલર ટેન્કર સાથે તેમની ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી દિલીપભાઈની કેબીનો આગળનો ભાગ દબાઈ ગયો હોવાથી ફસાઈ ગયા હતા. અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે ધસી જઇ તેની સીટની આજુબાજુનો ભાગ કટર વડે કાપી બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા

(5:33 pm IST)