Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સુરતના મગદલ્લા બંદર પોર્ટ નજીક ટ્રક હડફેટે 60 વર્ષીય શખ્સનું મૃત્યુ

સુરત:નવી સિવિલથી મળેલી વિગત મુજબ મગદલ્લા બંદર પોર્ટ પાસે સાંઇસમર્થ ગાડીના પાર્કિંગ પાસે રહેતા 60 વર્ષીય અનિલ કુમાર શ્રીપાલ સિંગ ગઈ તારીખ 16મીએ સાંજે મગદલ્લા બંદર પોર્ટ જવાના રોડ પર પસાર થતા હતા. ત્યારે ટ્રક ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી

જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સાંજે તેમનું મોત નિપજ્યું હતું. ડ્રાઇવિંગનું કામ કરતા હતા અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)