Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલ કોંપ્લેક્ષમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ગાદલાની દુકાનમાં લાગેલી આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આનંદ ચેમ્બરમાં નીચે આવેલી ગાદલાની દુકાનમાં આજે બપોરે આગ લાગતાં દુકાનની બંને તરફથી ધુમાડાના ગાટેગોટા કોમ્પ્લેક્સના રહેણાંક વિસ્તારમાં છવાતાં લોકો બહાર નીકળી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ શક્ય તેટલો ગાદલાનો જથ્થો કાઢી લીધો હતો.ફાયર બ્રિગેડ આવી જતાં એક ટીમે મશીન મારફતે ધુમાડા બહાર કાઢવાની અને બીજી ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. બનાવના કારણે કારેલીબાગ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો.

(5:29 pm IST)