Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વડોદરાના સાવલી તાલુકામાં મહી નદીના સામા કાંઠેથી સ્ફોટક પદાર્થ ગેરકાયદેસર લાવતા એક શખ્સને ઝડપી પાડ્યો:સ્ફોટક પદાર્થમાંથી નદીમાં ધડાકા કરી માછલી પકડાતી હોવાનું સામે આવ્યું

વડોદરા:સાવલી તાલુકામાં મહી નદીના સામા કાંઠેથી સ્ફોટક પદાર્થ ગેરકાયદે લઇને આવતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયા બાદ સ્ફોટક પદાર્થનો ઉપયોગ મહી નદીમાં ધડાકા કરી માછલી પકડવા કરતા હોવાની વિગતો બહાર આવી છે.

રાત્રીના અંધારામાં મહી નદીના સામેના કિનારેથી બે ઇસમો નાવડીમાં લાંછનપુર આવ્યા હતા અને બંને નાવડીમાંથી ઉતરી ચાલતા લાંછનપુરના નદીના  પટમાંથી જતા હતાં ત્યારે પોલીસે બંનેને ઝડપી પાડવા પીછો કરતા એક શખ્સ રાત્રીના અંધારામાં ફરાર થઇ ગયો હતો જ્યારે પ્રવિણ બુધાભાઇ ઝાલાઉ (રહે.સુંદલપુરા, તા.ઉમરેઠ જિલ્લો આણંદ) નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો અને ભાગી ગયેલો શખ્સ ગબો ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.

(5:29 pm IST)