Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વડોદરા:અમદાવાદ કોવીડ 19 એસી ડબલ ડેકર સ્પેશ્યલ ટ્રેનમાં પોલીસે દારૂ ભરેલ બેગ સાથે અમદાવાદના શખ્સને ઝડપી પાડ્યો

વડોદરા:અમદાવાદ કોવિડ 19 એસી ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાં દારૂ ભરેલી સ્કુલબેગ સાથે અમદાવાદના શખ્સને વડોદરા પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ ઝડપી પાડી 10,000 ઉપરાંતની કિંમતની 20 બોટલો કબ્જે કરી હતી.

વડોદરા પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાંચના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર અમદાવાદ કોવિડ 19 એસી ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાંથી એક યુવક બે સ્કૂલબેગ લઈ ઊતર્યો હતો. શંકા જતા પોલીસે તેને રોકી સ્કૂલ બેગો તપાસી હતી. જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 10,185 ની કિંમત ધરાવતી કાચની 13 બોટલો અને પ્લાસ્ટિકની 7 બોટલો મળી આવી હતી

પોલીસે આરોપીની સઘન પુછતાછ કરતા અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ધનાસુથારની પોળમાં રહેતો હિતેન ગાંધી હોવાનું જણાવ્યું હતું. અને દારૂની બોટલો સેલવાસ ખાતેના બાર તથા મુંબઈ ખાતેથી અમિત નામના વ્યક્તિ પાસેથી મેળવી પોતાના રહેણાંક વિસ્તારમાં છૂટકથી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

(5:28 pm IST)